પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેલા મણિશંકર ઐયરની કોંગ્રેસમાં વાપસી થઈ છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસની શિસ્તભંગ અંગેની કાર્યવાહી કરનાર કમિટીની ભલામણના આધારે ઐયરનું સસ્પેનશન પાછું ખેંચી લીધું છે.
ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ઐયરે ઁસ્ મોદી માટે નીચ જાતિના વ્યક્તિ તેવા શબ્દો વાપરીને વિવાદ સર્જયો હતો. જેની અસર ચૂંટણીના પરિણામો પર પડી હતી. એ પછી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.