કેન્દ્ર સરકારની મહત્વની આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના દિલ્હીમાં લાગુ થશે કે નહીં તે વિશે અટકળો સેવાઈ રહી છે. તેનુ કારણ એ છે કે દિલ્હી સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં કોઈ નિર્ણય લઈ શકતી નથી.
સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર કિર્તી ભૂષણના કહેવા અનુસાર સમજૂતી કરાર સ્વાસ્થય મંત્રાલયે મોકલ્યો છે. આ વિશે અત્યારે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
યોજના અંતર્ગત લાભાર્થીઓની શોધ કરવા માટે કેન્દ્ર સરકાર ૨૦૧૧ની સામાજિક- આર્થિક વસ્તી ગણતરીના આંકડાઓ પર નજર કરી રહી છે. આ આંકડા અનુસાર માત્ર ૩૦ લાખ લોકોને લાભ મળી શકશે.
દિલ્હી સરકારે એવા સંકેત આપ્યા કે સમજૂતી ના થવાથી તેઓ પોતાની સ્વાસ્થ્ય વીમા યોજના લાવવા માટે કામ કરી રહ્યા છે.