પાસ કન્વીનર હાર્દિક પટેલ આજે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસે તે પહેલા જ પોલીસે તેની અટકાયત કરી લીધી છે. જેને પગલે પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમાં જામીન પર છુટકારો થયો હતો.
સુરતમાં મિની બજાર ખાતે મોટી સંખ્યામાં હોર્દક પટેલને છોડવાની માંગ સાથે ધરણાં પર બેસી ગયા છે. પાટીદારોના વિરોધના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.હાર્દિક પટેલ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પણ જોડાયો હતો. અને હાર્દિક સાથે તેની પણ અટકાયત કરવામાં આવી છે. જેને પગલે સુરતમાં પાટીદારો દ્વારા ઘરણાં કરી વિરોધ નોંધાવાયો હતો.