સ્કીલ કનેક્સ્ટ એ એક એવું અલ્ટીમેટ પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી સ્કીલને બહાર લાવવા અને તેઓને એક્સ્પોઝર આપે છે તથા વિદ્યાર્થીઓને અચિવર તરીકે દિશા આપે છે. નામ પ્રમાણે સ્કીલ કનેક્સ્ટમાં, સ્કીલ નેક્સ્ટ પ્લેટફોર્મ સાથે જોડાય છે, તે પછી સ્ટુડન્ટ હોય કે મેન્ટોર હોય.
એજ્યુકેશનલ એડવન્ટ લોન્ચ – સ્કીલ કનેક્ટનું આયોજન યુલોગિયા ઈન, ગોતા બ્રિજ પાસે, એસજી હાઈવે, અમદાવાદ ખાતે ૧૫ ઓક્ટોબરના રોજ કરાયું છે જે શાળાના સ્તરે વિદ્યાર્થીઓમાં રહેલા કૌશલ્યને ઓળખવા અને તેને પોષવા માટે પ્લેટફોર્મ આપશે.
આ અંંગે આઈડિયલ ગ્રૂપના ડિરેક્ટર તેજસ શાહે કહ્યું હતું, ‘આ યોગ્ય સમયે યોગ્ય પસંદગી કરવા માટે છે. આ તમારામાં રહેલી સંભાવનાઓને ઉપયોગમાં લઈને સૌથી ઉત્તમ માટેની આતુરતા છે. આ યોગ્યતમ માર્ગદર્શન આપવાની વાત છે.’
પોપકોર્ન કિડ્સના સીઈઓ અને સ્થાપક કરિશ્મા સંઘવીએ કહ્યું હતું, ‘દરેક સ્ટુડન્ટમાં કંઈક વિશેષતા હોય છે. દરેક વિદ્યારથી કંઈક શીખવા માટે આતુર હોય છે અને દરેક શીખતો માણસ પોતાની રીતે અનોખો હોય છે.’
કેસર ગ્રૂપના ડિરેક્ટર રાજુ જોશીએ કહ્યું હતું, ‘સ્કીલ કનેક્સ્ટનો અલ્ટીમેટ ઓબ્જેક્ટિવ સમાજને ઉચ્ચતમ રીતે વિકસિત સ્કીલ્ડ અને પ્રતિભાશાળી આર્ટિસન્સ આપવાનો છે કે જેઓ સમાજને સામાજિક, આર્થિક રીતે તેમજ સાંસ્કૃતિક રીતે નવા સ્તરે લઈ જાય.’
૬૦થી વધુ સ્કીલ ઝોન્સ હશે જેમકે મ્યુઝીક, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ઈનોવેશન્સ, ડ્રામા, સ્પોર્ટ, ભાષાઓ, કમ્યુનિકેશન, મીડિયા એન્ડ પીઆર હશે જેને સ્કીલ કનેક્સ્ટ સર્વ કરશે. આ ઈવેન્ટમાં ૩૦૦થી વધુ સ્કૂલો, ૪૦૦થી વધુ એજ્યુકેટર્સ અને ૨૦થી વધુ ઈનોવેટર્સ સામેલ થશે.
ભવિષ્યમાં, એક વર્ષમાં એક સર્વે ગુજરાતમાં અંદાજે ૪૦૦૦ સ્કૂલ્સમાંથી ૨૦ લાખ જેટલા સ્ટુડન્ટ્સ અને વાલીઓનો કરાશે. તમામ મેન્ટર માટે સ્કીલ પ્રમાણે ક્લાઉડ પ્લેટફોર્મ હશે જ્યાં સ્કીલ્સની ઓળખ થશે અને જે તે ફિલ્ડમાં નિષ્ણાત દ્વારા માર્ગદર્શન અપાશે. આ સાથે તેઓ વિવિધ સ્પર્ધાઓ, ક્વીઝ, કોન્ટેસ્ટમાં સામેલ થઈ શકે છે જેથી તેઓ સ્કીલ્સની ઓળખ કરી શકે. તેઓ સ્કીલ્ડ વ્યક્તિની ઓળખ મેળવી શકે અને તેમના ફિલ્ડમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે ઈન્ટર કનેક્ટેડ સ્કીલ્સ સાથે કનેક્ટ થઈ શકશે.