હાર્દિકની ધરપકડ થતા જ  મુક્ત કરવાની માંગ સાથે ક્રાઈમ બ્રાન્ચ સુત્રોચ્ચાર યોજાયા હતા

903

આગામી ૨૫ ઓગસ્ટના દિવસે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ કરવાની જાહેતા કરી હતી. જેની મંજૂરી ન મળતા આજે હાર્દિક પટેલ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા જઇ રહ્યો હતો. જોકે, તેના નિવાસ સ્થાન બહારથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની અટકાયત કરી હતી. બાદમાં ભારે હોબાળો થતા જામીન પર મુકત કરાયો હતો.

જામીન પરત્યારબાદ તેને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો. જોકે, તેની અટકાયતથી પાસના કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો. સાથે જ ગુજરાતની વિવિધ જગ્યાએ વિરોધના વંટોળ શરૂ થઇ ગયા હતા. હાર્દિક પટેલને છોડાવવા માટે પાસ કન્વીનરો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ધીમે ધીમે પાસ કન્વીનરો ક્રાઇમ બ્રાન્ચ બહાર એકઠાં થઇ રહ્યા છે. અને જય સરદાર જય પાટીદાર સુત્રોચ્ચાર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ બહાર આવેલા પાસ કન્વીનર નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત પોલીસ એકદમ નમાલી છે. એ સાબિત થાય છે કે એક દિવસના પ્રતિક ઉપવાસમાં આટલી મોટી પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે. એક દિવસના ઉપવાસ માટે આટલી મોટી સંખ્યામાં તમામ કન્વીનરોના ઘરે અને નિકોલ આખા વિસ્તારમાં પોલીસ ખડકી દીધી હતી. જો આટલી પોલીસ આતંકવાદીઓને પકડવા માટે લગાડે તો ગુજરાત અને દેશ આતંકવાદીઓથી મુક્ત બની જાય.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આખા નિકોલને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે તમામ ગાડીઓને પણ તપાસમાં આવી રહી છે એ દુઃખદ ઘટના છે. ત્યારબાદ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના સાથીઓને એન્કાઉન્ટર કરવાની ધમકીઓ આપવામાં આવી છે. આ બહુ જ ગંભીર બાબત છે. ગુજરાત પોલીસ જો માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ગહેરા પ્રત્યાઘાતો આવશે અને એના માટે ગુજરાત સરકાર અને પોલીસ જવાબદાર રહેશે.

Previous articleCBSEની પરીક્ષાઓમાં હવે મોડા પડનાર વિદ્યાર્થીઓને એન્ટ્રી નહીં મળે
Next articleહાર્દિક પટેલની અટકાયત બાદ જામીન પર છુટકારો