જકાર્તામાં રમાય રહેલી એશિયન ગેમ્સ-2018માં ભારતને પ્રથમ દિવસે ગોલ્ડ મેડલ મળ્યો છે. ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બજરંગે 65 કિગ્રાની ફાઇનલમાં જાપાનના તાકાતાનીને 11-8થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુનિયા એશિયન ગેમ્સમાં પોતાના મેડલનો રંગ બદલવા સફળ રહ્યો છે. તે 2014માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સેમિફાઇનલમાં બજરંગે દમદાર પ્રદર્શન કરતા મંગોલિયાના બાટમગનાઇ બેટચુલુનને 10-0થી હરાવ્યો હતો.
બજરંગ પુનિયાએ પોતાનો ગોલ્ડ મેડલ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ને અર્પણ કર્યો હતો.