ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. ભારતીય ખેલાડીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. દિપક કુમારે 10 મીટર એયર રાયફલ વર્ગમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ આવી ગયા છે.
શૂટીંગ રમતમાં 30 વર્ષીય શૂટર દિપક શર્માએ સોમવારે પૂરૂષોની 10 મીટર એયર રાઈપલ શ્રેણીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.દિપકકુમાર 247.7ના સ્કોર સાથે બીજા નંબર પર રહ્યો, જ્યારે ચીનનો હાઓરન યાંગ 249.1 સ્કોર સાથે પ્રથમ નંબર પર રહ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે રવિકુમાર 205.2ના સ્કોર સાથે ચોથા સ્થાન પર રહ્યો હતો.