મહુવા તાલુકાના મોદાળીયા ગામે કડાકા ભડાકા સાથે વિજળી પડતા બાવકુભાઈની ૧-૧ લાખની ૩ કીમતી ભેસોના સ્થળ પર જ થયા મોત તાબડતોબ મામલતદાર મહુવાને જાણ કરતા તાત્કાલીક તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ મહુવા તાલુકાના મોટીવડાળ મોદળીયા (જુથ)ગામે કડાકા ભડાકા સાથે માલધારી ચારણ (ગઢવી)બાવકુભાઈ બુઢાશની તેના જ જાડ નીચે બાંધેલી કીમતી રૂા.૧-૧ લાખની ૩ ભેસો પર અચાનક વિજળી પડતા ૩ ભેસો ભડથુ થઈ મોતને ભેટતા ગઢવી સમાજ સ્તબ્ધ થયેલ.
આવી કરૂણ ઘટના બનતા બાવકુભાઈ લાકડીભર થઈ જવા પામેલ તેમણે તાત્કાલીક મહુવા (મામલતદાર)મેર ને જાણ કરતા સર્કલ ભરતભાઈ મકવાણા અને કે.ડી.પડ્યા દ્વારા મોટી વડાળ સરપંચ નજુભાઈ ખુમાણ તાલુકા સદસ્ય અને મહુવા વિરોધપક્ષના નેતા કાનભાઈ ખુમાણની હાજરીમાં ઘટના સ્થળ પર આવી પંચનામુ જરૂરી કાગળો કરાયા તેમજ સરપંચ નજુભાઈ દ્વારા માલધારી નાના મામસ બાવકુભાઈની કીમતી ૩ ભેસનું યોગ્ય રીતે સરકાર દ્વારા વળથર મળે તેવા કાગળો અને રજુઆત કરેલ.