રેસ-૩ ફિલ્મ બાદ વધુ લોકપ્રિય થઇ ચતુકેલી સ્ટાર અભિનેત્રી જેક્લીન કોઇ પણ એક પ્રકારની ભૂમિકામાં રહેવા માટે ઇચ્છુક નથી. તે સારી પટકથા ધરાવતી ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. રેસ-૩ ફિલ્મ બાદ ટુંકા બ્રેક પર હાલ આરામ કરી રહી છે. તેની પાસે હાલમાં નવી નવી ઓફર આવી રહી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી જેક્લીને કહ્યુ છે કે તેને સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇે કોઇ વાંધો નથી. પરંતુ કેટલીક શરતો સાથે તે આ પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. સેક્સી કોમેડી ફિલ્મ કરવાને લઇને તૈયારી અંગે પુછવામાં આવતા જેક્લીને એમ કહીને તમામને ચોંકાવી દીધા છે કે તેને કોઇ વાંધો નથી. તેના આ નિવેદન બાદ આ લોકપ્રિય અભિનેત્રીને લઇને પણ કેટલાક નિર્માતા નિર્દેશકો સેક્સી કોમેડી ફિલ્મ બનાવવા માટે આગળ આવી શકે છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોને લઇને કોઇ વાંધો ધરાવતી નથી. પટકથા મુજબ ફિલ્મમાં સીન રહે તે જરૂરી છે.