દુનિયા મને મારા નામથી જ ઓળખે,બીજા સાથેની તુલનાથી થાકી ગયો : હાર્દિક પંડ્યા

1386

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં ટેસ્ટ કરિયરનું શાનદાર પ્રદર્શન કરતા એક ઇનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે તે કપિલ દેવ સાતે પોતાની તુલના નથી કરવા માંગતો. હાર્દિક પંડ્યા ઇચ્છએ છે કે દુનિયા તેને તેના નામથી જ ઓળખે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે અન્ય ખેલાડીઓ સાથે પોતાની તુલનાથી થાકી ગયો છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું, ’સૌથી મોટી સમસ્યા છે કે તમે એક ખેલાડીની તુલના બીજા સાથે કરો છો અને અચાનક કઇ ખોટુ થઇ જાય તો લોકો કહે છે કે આ કપિલ જેવો નથી. હું ક્યારેય કપિલ દેવ બનવા નથી માંગતો. મને હાર્દિક પંડ્યા જ રહેવા દો, હું પોતાની ઓળખ સાથે ખુશ છું’

હાર્દિક પંડ્યાએ કહ્યું, ’મે અત્યાર સુધી પોતાની કરિયરમાં ૪૧ વન ડે, ૧૦ ટેસ્ટ મેચ રમી છે અને હું હજુ પણ હાર્દિક જ છું, કપિલ નથી. આ યુગમાં કેટલાક દિગ્ગજ આવ્યા છે, એવામાં મને હાર્દિક જ રહેવા દો. કોઇની સાથે મારી તુલના કરવાનું બંધ કરો. જો તમે મારી તુલના બંધ કરી દેશો તો મને ખુશી થશે’ મહત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યાએ ૫ ઓવરમાં ૫ વિકેટ ઝડપીને ત્રીજી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. ૨ ટેસ્ટ મેચમાં સારૂ પ્રદર્શન ના કરી શકવાને કારણે વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી માઇકલ હોલ્ડિંગે તેની ટીકા પણ કરી હતી. જેની પર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “હું પોતાનું કામ કરૂ છુ અને બીજાની વાતો પર ધ્યાન આપતો નથી.”

Previous articleઆંતરરાષ્ટ્રીય ક્રિકેટનું માનસિક દબાણ ક્યારેક અસહ્ય બન્યું હતુંઃ ડી’ વિલિયર્સ
Next articleમિચેલ જ્હૉન્સને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી