દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ૨૦૧૯માં ભાજપને મોટો ઝટકો લાગવાનો છે. દેશની જનતા ભાજપથી નારાજ થઈ છે. લોકસભાની ચૂંટણીમાં લોકો ભાજપને જાકારો આપશે. કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીમાં વિકાસ કામમાં ભાજપ અડચળ પેદા કરી રહી છે. જેથી દિલ્હીની જનતા ભાજપને નકારશે. એક ટિ્વટમાં કેજરીવાલે કહ્યુ કે, દિલ્હીની જનતા ભાજપના સાસંદોથી નાખુશ થઈ છે. આ ઉપરાંત કેજરીવાલે એક સમાચાર પત્રની તસ્વીર પણ શેર કરી હતી. જેમા લોકસભા પહેલા સંઘ પાંચ સાંસદોના કામથી નારાજ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.