અંધ અભ્યુદય મંડળ-ભાવનગરનું ૫૯મુ અધિવેશન યોજાયું

834
bvn16102017-7.jpg

વર્ષ ૧૯૫૮થી પ્રજ્ઞાચક્ષુઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત ભાવનગરનાં શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા આજે સંત પ્રભારામ હોલ, સિંધુનગર, ખાતે મંડળનાં સભ્યોની ૫૯મી સામાન્ય સભા મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ૭૫૦ થી વધુ સભ્યો ધરવતા આ મંડળનાં ૬૦૦થી વધુ સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા સભામાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સભ્યો વચ્ચે આગમી દિવસોમાં મંડળ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલ વિકલાંગો માટે નવું વિકલાંગતા વિધાયેક-૨૦૧૬ અમલમાં આવ્યું છે તે અંગે સસ્થાના સભ્યોને માહિતગાર કરવા અને તેના વિવિધ કાયદા અને જોગવાઈઓ થી સભ્યો પરિચિત બને તેવા ઉમદા હેતુસર બેઠકનાં અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ્યું હતું.
આ ઉપરાંત તા.૧૫/૧૦/૨૦૧૭નાં રોજ સભા સ્થળે જ મંડળનું ૫૯મુ વાર્ષિક અધિવેશ બી.એમ.વી.એસ.એસ.નાં ર્વકિંગ કમિટીના મેમ્બર્સ જગદીશભાઈ ઓઝાનાં અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. અધિવેશનનું ઉદ્દઘાટન ભાવનગર નાગરિક સહકારી બેંકનાં ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાયનાં વરદ્‌ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડળની પ્રવૃત્તિઓ વિશે મંત્રી પી. એમ. લાખાણી માહિતી આપેલ. અધિવેશન દમિયાન સ્વ. શાંતિલાલ રૂગનાથ ઓઝા મેમોરીયલ એવોર્ડ-૨૦૧૭ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાભોર દીવેશ શકરાભાઈ અને સોલંકી વર્ષાબેન હરજીભાઈને એનાયત કરાયો હતો. ત્યારબાદ હાલ રાજ્યસરકારનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય પારિતોષિક પ્રાપ્ત કરવા બદલ અંધશાળાનાં આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વિશ્વ વાઈટ કેન ડે નિમિતે જિલ્લાની શાળામાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાથીઓને શિષ્યવૃત્તિ, અન્નપુર્ણા યોજના હેઠળ જરૂરિયાતમંદ પરિવારોને અનાજકીટ, તબીબી સહાય, નેતર અને ફોલ્ફિંગ સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોને  સ્મૃતિભેટ સ્વરૂપે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને શર્ટપીસનું વિતરણ તેમજ અધ્યક્ષ લલીતભાઈ જૈનનાં આથિક સહ્યોગથી મંડળની બહેનોને સાડીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મંડળનાં પ્રમુખ લાભુભાઈ દ્વારા હવે આવનાર દિવસોમાં મંડળની પ્રવૃત્તિઓ અને નવા નક્કી કરાયેલ લક્ષ્યો વિષે અને તેને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં હિતાર્થે અમલી કરવા અંગે તેમજ નવા વિકલાંગતા વિધેયકનાં વિવિધ ધારાઓ અને જોગવાઈઓ વિષે વિષેશ ઉદ્દબોધન આપ્યું હતું. 
અધિવેશન દરમિયાન કાર્યક્રમનાં અધ્યક્ષ જગદીશભાઈએ પ્રેરક ઉદ્દબોધન આપતા સંસ્થાની પ્રવૃર્તીઓને બિરદાવી હતી. જ્યારે ઉદ્દઘાટક જીતુભાઈ ઉપાધ્યાય, અતિથી વિશેષ રાજેશભાઈ વડેરા અને કિરીટભાઈ  રાઠોડે  પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે  કુલદીપસિંહ એમ. ચુડાસમા, જે. કે. શાહ, રાજેશભાઈ ચૌહાણ, સુરેશભાઈ આહીરએ પ્રેરક હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિશિષ્ટ શિક્ષક જયેશભાઈ ધંધુકિયાએ કર્યું હતું જ્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત નરેન્દ્ર પનારાએ કર્યું હતું અને અંતે આભારવિધિ કિશોરભાઈ પંડ્‌યા કરી હતી.

Previous articleવિકટરથી ચાંચબંદર આરસીસી રોડનું હિરાભાઈ દ્વારા ખાતમુર્હુત
Next articleમહુવા પોલીસ કર્મચારીઓનો વિદાય અને સત્કાર સમારંભ