નાગરિક બેંકને સંચાલકોએ મંદિર બનાવ્યું છે – ડો. કળસરીયા

848

નાગરિક બેંક બિનરાજકીય રીતે લોકોની ભલાઈ માટેબ ધાને સાથે રાખી ચાલે છે અને નિષ્ઠાથી જે રીતે કામ થાય છે તેવી આ બેંકને મંદિર બનાવી દીધી હોય તેમ મને લાગે છે. અને જીતુભાઈ અને તેની ટીમને આ માટે ખૂબ અભિનંદન ઘટે છે તેમ તાજેતરમાં ભાવનગર નાગરિક સહકારી બેંકના ઓમ પ્લાઝા હોલ ખાતે યોજાયેલ ગ્રાહક સભ્ય ભેટ વિતરણ સમારોહના પ્રમુખસ્થાનેથી ડો. કનુભાઈ કળસરીયાએ ઉચ્ચાર્યા હતાં.

આ પ્રસંગે સુરેશભાઈ ધાંધલ્યાએ આ બેંક એટલે પોતાની બેંક લાગે અને નાના માણસોને હંમેશા મદદરૂપી થતી બેંક છે તેમ જણાવ્યું હતું. ડો. ડી.બી.રાણીંગાએ હળવી શૈલીમાં ઉદ્દબોધન કરી અનેક દ્રષ્ટાંતો આપી બેંકની ઉત્તમ સેવાને બિરદાવી હતી. વનરાજસિંહ ગોહિલ બેંક સારૂ કામ કરે છે તે બિરદાવવું જ રહ્યું અને અમારો હંમેશા સહકારી રહેશે તે ખાત્રી આપી હતી. સુનિલભાઈ વડોદરિયા, બકુલભાઈ ચાતુર્વેદીએ પ્રાસંગિક પ્રવચનો કરી બેંકે ઝડપી પ્રગતિ કરી છે તેને બિરદાવેલ. આ પ્રસંગે શતરંજમાં શ્રીલંકામાં ઉત્તમ દેખાવ કરનાર જીનલ યાજ્ઞિક, મલેશિયા ઐથ્લેટીકસમાં ભાગ લેવા જતા સીનિયર મહિલા ખેલાડીઓ તથા રાજય કક્ષાએ સફળતા મેળવનાર વોલીબોલના સીનીઅર ખેલાડીઓને સન્માનવામાં આવ્યા હતાં. ભેટ મેળવનાર પૈકી પ્રદિપભાઈ શુકલ પ્રોવેલે પ્રતિભાવ આપી બેંકની નીતિઓની પ્રશંસા કરી હતી.

પ્રારંભમાં અંધઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થનાગીત તથા સુમધુર ગીતો રજુ કરેલ. સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન બેંકના ચેરમેન જીતુ ઉપાધ્યાયે કરી બેંકની પ્રગતિની રૂપરેખા આપી હતી અને આ બેંક શહેરના અર્થતંત્રને મજબુત બનાવવા ઉપરાંત રમત – કલા – સામાજીક પ્રવૃતતિઓને યોગ્ય પ્રોત્સાહન પુરૂ પાડે છે તે પણ જણાવ્યું હતું. બેંકના ગ્રાહકો – સભ્યોને મહેમાનોના હસ્તે ભેટ અર્પણ કરાયેલ. પૂર્વ મેયર રમણીકભાઈ પંડયા તથા પુર્વ મેયર મહિપતસિંહ ગોહિલે પણ ભેટ વિતરણ કરેલા. આ પ્રસંગે પ્રતાપભાઈ શાહ, લાભુભાઈ સોનાણી, ઉદયભાઈ રાઠોડ, સાજીદભાઈ કાઝી, બિપીનભાઈ વ્યાસ, કમલેશભાઈ ત્રિવેદી, કે.કે.ગોહિલ, દર્શનાબહેન જોષી, ચૈતાલીબહેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમારોહ બાદ તુરત જ ઓમપ્લાઝા હોલમાં નીચેના ખંડમાં તેમજ ત્યારબાદ બેંકની રામમંત્ર મંદિર શાખા, ભાવનગરપરા શાખા, ગંગાજળીયા તળાવ શાખા અને ઘોઘારોડ શાખા ખાતે અગ્રણીઓના હસ્તે ભેટ વિતરણ કરાયેલ. જેનો ત્રણ હજાર ઉપરાંત ગ્રાહકો – સભ્યોએ લાભ લીધો છે.

Previous articleસિહોરનું પ્રગટનાથ મહાદેવ મંદિર
Next articleવઢેરા ખાતે સરખેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રનો અભિષેક કરાયો