સ્વ.પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સીવીલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રેવતસિંહ ગોહિલ, ભાવનગર કોંગ્રેસના મંત્રી જગદિશભાઈ જાજડીયા, કારોબારી ચેરમેન તાલુકા પંચાયત વનરાજસિંહ ગોહિલ, ઉપપ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત વિનુભાઈ ગોહિલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા, સરપંચ ઘોઘા અંસારભાઈ રાઠોડ, હરેશભાઈ ગાંધી, લક્ષ્મણભાઈ, જોશીભાઈ, રવિરાજસિંહ ગોહિલ (ઉપપ્રમુખ યુવા કોંગ્રેસ), જીતેન્દ્રભાઈ બાલધિયા (મહામંત્રી, ભાવનગર જિલ્લા યુથ કોંગ્રેસ), મોહંમદભાઈ સહિત આગેવાનો હાજર રહ્યાં હતા.