મહુવા ખાતેની બેલુર વિદ્યાલયમાં ફાયર સેફટી ડેમોસ્ટ્રેશન યોજાયું

812

આજના સમયમાં કુદરતી કે કૃત્રિમ હોનારત સમયે ડિઝાસ્ટર વર્ક અતિ ઉપયોગી નિવડે છે. આવી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ બાળકોને અપાઈ તે અતિ આવશ્યક છે જેથી આવનાર ભવિષ્ય બાળકો એકબીજાની મદદ કરી શકે. આવા જ ઉમદા હેતુસર તાજેતરમાં બેલુર વિદ્યાલય દ્વારા ફાયર સેફટી ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો. જેમાં ફાયર સેફટી સ્ટેશન-મહુવાથી કેશુભાઈ દ્વારા બાળકોને આબેહુબ પ્રદર્શન યોજાયું. જેમાં આગ લાગે ત્યારે સૌથી પહેલા શું કરવું ? જમીન પર ઉંધા શા માટે પડી જવું ? વિસ્ફોટ થાય ત્યારે શું કાળજી લેવી ? વગેરે બાબતોનું સચોટ માર્ગદર્શન અપાયું. જેમાં બેલુર વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણને હાજરી આપી ટ્રેનિંગ લીધેલ.

Previous articleદામનગર શહેરમાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં નિકળેલી પાલખીયાત્રા
Next articleનિબંધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામો અપાયા