મહુવા પોલીસ કર્મચારીઓનો વિદાય અને સત્કાર સમારંભ

913
bvn16102017-5.jpg

મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓનો વિદાય અને સત્કાર સમારંભ યોજાયો હતો. રાજય સરકાર દ્વારા નજીકમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને રાખી પોલીસ બેડામાં બદલીનો દોર શરૂ કર્યા છે. જેમાં મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ. બી.કે.ચૌધરીને બનાસકાંઠા બદલી કરાઈ છે. જયારે તેમની જગ્યાએ દાહોદથી પી.બી. ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે. જયારે પી.એસ.આઈ. જાડેજાને દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે. જયારે પી.એસ.આઈ. જાડેજાને દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે અને કોસ્ટેબલ નીલેષભાઈ ફણાટની ગંગાજળીયા પોલીસ મથકમાં તેમજ અતુલભાઈની તળાજા ખાતે બદલી કરવામાં આવી છે સાથે વયમર્યાદાના કારણે એ.એસ.આઈ. રવુભા ગોહિલ નિવૃત્ત થતા જે નિમિત્તે મહુવા પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ દ્વારા વિદાય અને સત્કાર સમારંભનું આયોજન કરાયું હતું. 

Previous articleઅંધ અભ્યુદય મંડળ-ભાવનગરનું ૫૯મુ અધિવેશન યોજાયું
Next articleભાવનગરના ચિત્રકારે નાગપુર નેશનલ આર્ટ કેમપમાં ભાગ લીધો