પવિત્ર શ્રાવણ માસના બજા સોમવારે પણ શહેર જિલ્લાના નામી-અનામી શિવાલયોમાં શિવભક્તોની વહેલી સવારથી જ ભારે ભીડ ઉમટી હતી. ભોળાનાથને શુધ્ધજળ, બિલ્વપત્ર સહિતની પુજા સામગ્રી તથા ગાયના દુધનો અભિષેક કર્યો હતો. કેટલાક પુરાતન શિવમંદિરોમાં રૂદ્રાભિષેક દિપમાળ સત્સંગ સહિત્ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.