એરપોર્ટ રોડ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ શકુની જબ્બે

1241

શહેરના એરપોર્ટ રોડ પર આવેલ સોમનાથ રેસીડેન્સીમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શકુનીઓને એસઓજી ટીમે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટરની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદિપસિંહ ગોહિલ તથા વિશ્વરાજસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે એરપોર્ટ રોડ સોમનાથ રેસીડેન્સીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગા રમતા પરેશભાઈ પ્રતાપભાઈ વેગડ રહે. કરચલીયાપરા, વાલ્મીકીવાસ, સંજયભાઈ દિલીપભાઈ ધરણીયા રહે.હીલપાર્ક-૧, બ્લોક નંબર ૯, કપીલભાઈ દિલીપભાઈ ધરણીયા રહે.હીલપાર્ક-ર, સંજયભાઈ નાનજીભાઈ નૈયા રહે.કૈલાસધામ બ્લોક નંબર ૧૩૭ સિદસર રોડ, ભાવેશભાઈ ખોડાભાઈ દાઠીયા ઉ.વ.ર૬, રહે.વાલ્કેટ ગેટ પાસે, કરચલીયાપરાવાળાઓને રોકડ રૂા.૧૧ર૦૦ તથા મોબાઈલ ફોન-૪ ગંજીપાના મળી કુલ રૂા.ર૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.

Previous articleદ્વિતીય સોમવારે શિવાલયોમાં ભારે ભીડ
Next articleપીએસઆઈ  ગોસાઈનો પરિવાર આઈજીના શરણે