ભડકાઉ ભાષણના ૧૧ વર્ષ જૂનાં મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મેળવી ચૂકેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે આ કથિત ભડકાઉ ભાષણના મામલે યુપી સરકારને નોટિસ આપી છે અને સવાલ કર્યો છે કે યોગી આદિત્યનાથ વિરૂદ્ધ કેસ કેમ ચલાવવામાં ન આવે? ૨૭ જૂન, ૨૦૦૭નાં રોજ યોગી આદિત્યનાથના ગૃહ ગોરખપુરમાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. જેમાં ૨ લોકોનાં મોત તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. આ રમખાણ માટે તત્કાલીન સાંસદ તેમજ હાલના યુપીના સીએમ યોગી આદિત્યનાથી, તત્કાલીન ધારાસભ્ય રાધા મોહનદાસ અગ્રવાલ અને ગોરખપુરની તત્કાલીન મેયર અંજુ ચૌધરી પર ભડકાઉ ભાષણ આપવાનો અને રમખાણ ભડકાવવાના આરોપ લાગ્યાં હતા. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટના હસ્તક્ષેપ પછી આદિત્યનાથ સહિત ભાજપના અનેક નેતાઓ વિરૂદ્ધ હ્લૈંઇ દાખલ થઈ હતી. જો કે ગત વર્ષે રાજ્ય સરકારે યોગી આદિત્યનાથને આરોપી માનવાનો તેમ કહી ઈન્કાર કર્યો કે તેમના વિરૂદ્ધ કોઈ સાક્ષી નથી.