ભારત સતત પોતાની સૈન્ય તાકતમાં વધારો કરી રહ્યું છે. આ ક્રમમાં જ રવિવારના રોજ રાજસ્થાનની હવામાં તાબડતોડ સટીક પ્રહાર કરનાર ગાઇડેડ બોમ્બ (જીછછઉ) અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કરાયું છે. આને સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનાવામાં આવ્યું છે. તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.દેશમાં વિકસિત ગાઇડેડ બોમ્બે-જીછછઉ અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હેલિનાનું રાજસ્થાનમાં અલગ-અલગ ફાયરિંગ રેન્જમાં સફળ પરીક્ષણ કરાયું. રક્ષા મંત્રાલયે તેને લઇ માહિતી આપતા કહ્યું કે ચાંદન રેન્જમાં વાયુસેનાના વિમાનથી સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન (જીછછઉ)નું સફળ પરીક્ષણ થયું. હેલિનાનું પરીક્ષણ પોખરણમાં થયું.
મંત્રાલયે કહ્યું કે જીછછઉ યુદ્ધક સામગ્રીથી લેસ હતું અને આખી સટીકતાની સાથે લક્ષ્ય પર નિશાન સાંધવામાં આ સફળ રહ્યું. નિવેદનમાં કહ્યું છે કે જીછછઉ ઉમદા ઇન્ડેક્સનો ઉપયોગ કરતાં વિભિન્ન જમીની લક્ષ્યોને તબાહ કરવામાં સક્ષમ છે. પોખરણ ફાયરિંગ રેન્જમાં હેલિના મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું. આ મિસાઇલે સટીકતાની સાથે પોતાના લક્ષ્યને ભેદી દીધું. આ દુનિયામાં અત્યાધુનિક એન્ટી ટેન્ક હથિયારોમાંથી એક છે.
નાગ મિસાઈલ ચાર પ્રકારની છે. જેમાં નેમિકા મોટાં જહાજમાંથી છોડવામાં આવે છે. હેલિના હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવે છે. બે વધુ કેટેગરી છે જેમાં એરક્રાફ્ટ અને ખભ્ભા પર રાખીને છોડવવાળી મિસાઈલ છે.