ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનતાની સાથે જ કાશ્મીર મુદ્દે નરમ લવણ અખત્યાર કરી રહ્યાં હોવાનું પ્રતિત થાય છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ભારત સામે ઝુકતું પણ નજરે પડે છે. પાકિસ્તાનના નવા વિદેશ મંત્રીનું નિવેદન તો કંઈક આ તરફ જ ઈશારો કરે છે.
પાકિસ્તાનના વિદેશમંત્રીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કાશ્મીર મુદ્દે વાતચીતનો પ્રસ્તાવ મુક્યો છે. તેમણે કહ્યું છે કે, મોદીજી આવો વાતચીત કરીએ.
આજે ઈમરાન ખાન સરકારના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ભારત સાથે કાશ્મીર મુદ્દે વાતચીત કરવાની સામેથી પહેલ કરી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આજે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન,બંને દેશો પરમાણું સંપન્ન છે.
હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છું કે, બંને દેશો એકબીજાના પડછાયા છે. આપણે રિસાઈને એકબીજાથી મોં ના ફેરવી શકીએ. ભારત અને પાકિસ્તાનની સમસ્યાઓ પણ એક સરખી જ છે. તો આવો મોદીજી આપણે વાતચીત કરીએ તેમ કુરૈશીએ કહ્યું છે.
સાથે જ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ દાવોકર્યો હતો કે, મોદીએ ઈમરાન ખાનને પત્ર લખ્યો જેમાં તેમણે વાતચીતની શરૂઆત દર્શાવી હતી. જે ખોટો ઠર્યો છે. વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાનને અભિનંદન પાઠવતા પત્ર જ લખ્યો હતો. પત્રમાં સંવાદ માટે કોઈ નવી દરખાસ્ત નથી કરવામાં આવી.