જમ્મુના કિશ્તવાડમાં એક રોડ અકસ્માત થયો છે. અહીં પાડર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ ભરેલી બસ ચિનાબ નીદમાં ખાબકી હતી. જેના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાળુઓ માછિત માતાના દર્શને જઇ રહ્યા હતા. અત્યાર સુધી 11 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. હજી સુધી એ નક્કી થયું નથી કે આ બસમાં કેટલા લોકો સવાર હતા. જાણકારી પ્રમાણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.