એશિયન ગેમ્સ 2018નો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારત માટે સારા સમાચાર છે. 16 વર્ષના સૌરભ ચૌધરીએ પુરૂષ વર્ગમાં 10 મીટર એયર પિસ્તલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે આ સ્પર્ધા દરમ્યાન 240.7નો સ્કોર મેળવ્યો હતો. જ્યારે સિલ્વર જાપાનની તોમોયુકી મતસુદાને મળ્યો છે.
આ સિવાય ભારતના અન્ય નિશાનેબાજ અભિષેક વર્માએ પણ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે.
ભારત તરફથી આજે નિશાનેબાજી, કબડ્ડી અને નાવ ખેનમાં સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. જેમાંથી નિશાનેબાજીમાં ભારતે બે મેડલ પોતાના નામે કર્યા છે. હવે કબડ્ડી અને નાવ ખેનમાં પણ મેડલ મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આ બાજુ તૈરાકીમાં ભારતના વીરધવલ ખાડેએ 50 મીટર ફ્રી સ્ટાઈલ કેટેગરીની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, તેણે હીટ 5ને 22.43 સેકન્ડ સાથે ટોપ કર્યું છે. જોકે, અંશુલ કોઠારીએ હજુ થોડી રાહ જોવી પડશે અને એ જોવું રસપ્રદ રહેશે કે, તે 23.83 સેકન્ડ સાથે ફાઈનલમાં જગ્યા બનાવી શકે છે કે નહીં.