દેશમાં ત્રણ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટા ફેરફાર થઇ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કેટલાક વરિષ્ઠ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે.
જે અંતર્ગત પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાને કોંગ્રેસના કોષાધ્યક્ષ પદ ઉપર હટાવી દેવામાં આવ્યા છે. જેમની જગ્યાએ રાજ્યસભા સાંસદ અેહમદ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, મોતીવાલ વોરાની વધતી ઉંમરને કારણે રાહુલ ગાંધીએ આ નિર્ણય લીધો છે. જોકે, મોતીલાલ વોરાને AICC જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે.