જિલ્લા એનએસયુઆઇ દ્વારા વૃક્ષારોપણ કરાયુ

1161

ગાંધીનગર જીલ્લા એનએસયુઆઇ દ્વારા દિવંગત પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો.

ગાંધીનગરના સમર્પણ કેમ્પસ, નવગુજરાત કૉમર્સ, સરકારી વિજ્ઞાન, વિનિમય, વાણિજ્ય કોલેજ ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ. ગાંધીનગર જીલ્લા એનએસયુઆઇ પ્રમુખ નયન શ્રીમાળી, જિલ્લા ઉપપ્રમુખ મીતરાજસિંહ બિહોલા, પ્રમુખ અજયસિંહ વાઘેલા, વિજયસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ ચૌહાણ, રાજપાલ સિંહ ચાવડા સહિત મોટી સંખ્યામાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Previous articleચિલોડા પ્રાથમિક શાળાનાં પ્રવેશદ્રારનું લોકાર્પણ કરાયુ
Next articleસસ્તા અનાજની દુકાનોમાં કમિશન ઘટાડાતાં આંદોલનના મંડાણ : કલેક્ટરને આવેદન અપાયું