દર વર્ષની જેમ ચાલુ સાલે પણ ધંધુકાના સતવારા સમાજ વિદ્યાર્થીઓનો સન્માન કરવા અને પ્રોત્સાહિત કરવાના હેતુસર ધંધુકા સતવારા સમાજની વાડી ખાતે યોજવામાં આવેલ.
વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ધંધુકા મામલતદાર આઈ.આર. પરમાર, ધર્મેશભાઈ હરજીભાઈ ડાભી, અરજણભાઈ કે. જાદવ, મગનભાઈ કે. ચૌહાણ, બાબુભાઈ, માધુભાઈ ડાભી તથા સતવારા સમાજના પ્રમુખ હર્ષદભાઈ શામજીભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ દિપ પ્રાગટ્ય બાદ સમાજની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સમાજના તમામ ભાઈઓ-બહેનો વડીલો-માતાઓએ ખાસ કાર્યક્રમ અંતર્ગત હાજરી આપી હતી.
વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં ઉપસ્થિત ધંધુકા મામલતદાર આઈ.આર. પરમારે શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રવચન આપેલ તો સમાજના ઉપરોક્ત મુખ્ય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ દેખાવ કરનારા ૧ થી ૪ ધોરણના બાળકોને શિલ્ડ તથા પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા તેમજ શાળા કોલેજ તેમજ ટેકનીકલ વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિલ્ડ તેમજ અન્ય ઈનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. વળી સમાજના પ્રાથમિક-માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા ઉચ્ચ કારકિર્દી અંગે માર્ગદર્શન આપેલ અને સમાજના બાળકો-વિદ્યાર્થીઓ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી સમાજને આગવી ઓળખ અપાવવા અંગે આહવાન કરવામાં આવી હતી.