૨૧મી સદીના પ્રણેતા યુવાનોના રાહબર આ દેશમાં કોમ્પ્યુટર યુગ લાવનાર દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતી પ્રસંગે અમરેલી જીલ્લા પંચાયત સંકુલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખી દેશના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત લાઠી વિસ્તારના ધારાસભ્ય વીરજીભાઇ ઠૂંમર, જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેર પરસન મીનાબેન કોઠીવાળપ, તાલુકા પંચાયત પ્રમુખ નીરજ અકબરી, કારોબારી ચેરમેન ડેરવાળા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ લાઠી ખાતે તાલુકા પંચાયતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ રાખી યુવાનોના મસીહા તરીકે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવીયા ધીરુભાઈ ધોળકીયાતાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા.