રાજુલાના ટાઉનવિસ્તારમાં આવેલ તળાવમાં એક મહિલા ડુબતી હોવાની જાણ રાજુલા પોલીસને થતા તુરંત બનાવ વાળી જગ્યાએ જઈ ઉંડા તળાવમાંથી ડુબતી મહિલાનેબ હાર કાઢી બચાવી લઈ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી. પોલીસની આ સરાહનીય કામગીરની ચોમેર ચર્ચાઓ થઈ હતી.
રાજુલા પો.સ્ટે. વિસ્તારમાં ટાઉનમાં ગાયત્રી મંદિર પાસે તળાવના પાણીમાં એક મહિલા પડી ગયેલ છે. તેવી ટેલિફોનિક વર્ધી આધારે રાજુલા પો.ઈન્સ. યુ.ડી.જાડેજાની સુચના આધારે પો.સ.ઈ. વાય.પી. ગોહીલ, પો.સ.ઈ. જી.જી.જાડેજા, હેડ કોન્સ. ડી.વી.સરવૈયા, પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ નટુભા વાજા, હરપાલસિંહ ગજરાજસિંહ જાડેજા વિ. પોલીસ સ્ટાફના માણસો બનાવ વાળી જગ્યાએ જઈ તળાવના પાણીમાં મહિલા ડુબતી હાલતમાં હોય જેથી પો.કોન્સ. અનિરૂધ્ધસિંહ નટુભા વાજા પોતે યુનિફોર્મ પેહરેલ હાલતમાં હોવા છતા તળાવના ઉંડા પાણીમાં પડી મહિલાને બચાવી બહાર કાઢેલ ત્યારબાદ મહિલાને નામ પુછતા સતીદેવી મનોજ સહાની (ઉ.વ.ર૬) રહે. સર્કલ પાસે રાજુલા વાળી હોય જેને રાજુલા સરકારી હોસ્પિટલ પહોંચાડી યોગ્ય સારવાર કરાવવામાં આવેલ.