ભાવનગર જિલ્લામાં પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલ વગર પાસના કન્વીનરો દ્વારા પાલીતાણાના દુધાળા ગામે આજે ગુજરાતભરના પાસ કન્વીનરોએ વિજય વિશ્વાસ પાટીદાર સભામાં ખાસ હાજરી આપી હતી તેમજ જાહેર સભાને સંબોધીને આંદોલનને વેગવંતુ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને સરકારને ચેતવણી આપતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
હાર્દિક પટેલ હાલ જેલમાં છે ત્યારે પાટીદાર આંદોલનને હાર્દિક પટેલ વગર જ સરકાર સામે ગુજરાતના પાસ ટીમ દ્વારા પાલીતાણાના દુધાળા ખાતે જાહેર સભાને સંબોધી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાસની ટીમના કન્વીનરો દ્વારા હાલની સરકારને જનરલ ડાયરની સરકાર ગણાવી હતી તેમજ આક્ષેપો કર્યા હતા કે ભુતકાળમાં સત્તાની લાલચમાં કેટલાય નિર્દોષની હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે ફરી આંદોલનને વેગ આપવા લલિત વસોયા, વરૂણ પટેલ, રેશ્મા પટેલ તેમજ તમામ પાસના કન્વીનરો આ સભામા હાજર રહ્યા હતા અને પોલીસ દ્વારા પણ આ સભાને મંજુરી આપવામાં આવી હતી. સભામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે પોલીસે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.