ઉત્તરપ્રદેશને ટુંક સમયમાં જ ટ્યુરિઝમ હબ બનાવવા માટેની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યા બાદ ઝડપથી આ દિશામાં કામ શરૂ કરવામાં આવ્યુ છે. જુદા જુદા ક્ષેત્રોમાં યોગી અતિ ઝડપથી આગળ વધી રહ્યા છે. રાજ્યને ટુંકા ગાળામાં ટોપ રાજ્ય બનાવી દેવા માટે યોગી સતત મહેનત કરી રહ્યા છે. રોકાણ લાવવા અને રોજગારી વધારી દેવા પર કામ કરવામાં આવી રહ્યુ છે. રાજ્ય સરકાર મેડિકલ ટ્યુરિઝમ પોલીસી બનાવવામાં લાગેલી છે. તેમાં ટ્યુરિઝમ અને તબીબી વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે.આ પોલીસી બની ગયા બાદ વિદેશી નિષ્ણાંત તબીબોની ટીમ પોતાના દેશમાં વધુ સારી આરોગ્યની સેવા આપી શકશે. દર્દીને વિદેશ જઇને સારવાર લેવાની જરૂર પડશે નહી. આરોગ્ય સેવાને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કામ થઇ રહ્યુ છે. મેડિકલ ટ્યુરિઝમ આ જ નવી પહેલના એક હિસ્સા તરીકે છે. મેડિકલ ટ્યુરિઝમની પોલીસીની સમીક્ષા કરતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ છે કે રાજ્યમાં વધારે સારી તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકોને વિદેશ જઇને સારવાર કરાવવી ન પડે તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. ઉત્તરપ્રદેશમાં મેડિકલ ટ્યુરિઝમની સુવિધા ઉભી થઇ ગયા બાદ અહીના તબીબી ક્ષેત્રની આવકમાં વધારો થશે. યુપીમાં લખનૌ, કાનપુર, ઝાંસી, વારાણસી, દોરખપુર, આગરા, મેરઠ, નોયડા અને ગાજિયાબાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સુવિધા દર્દીઓને મળતી થઇ જશે. સંબંધિત ક્ષેત્રોના નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આરોગ્ય સેવાઓની વધતી માંગ એકબાજુ છે. આ સમગ્ર ઘટના આર્થિક વિકાસ સાથે જોડાયેલી છે. આના કારણે આવક પણ વધે છે.તબીબોને પણ વધારે માહિતી મળી શકે છે. હાલમાં જ કરવામા ંઆવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દક્ષિણ પૂર્વ એશિયા આરોગ્યના ક્ષેત્રમાં ઝડપથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યુ છે. થાઇલેન્ડ, સિંગાપોર અને મલેશિયા આના દાખલા તરીકે છે. આ જ કારણ છે કે જે સારવાર પહેલા અમેરિકામાં શકય બનતી હતી તે હવે આ તમામ જગ્યાએ ઉપલબ્ધ બની ગઇ છે. થાઇલેન્ડે તો કોસ્ટેમિક સર્જરીના ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી લીધી છે. આના કારણે ૧.૨ મિલિયન ડોલરથી વધારેની આવક થઇ છે. જ્યારે સિંગાપોરમાં કાર્ડિયોવેસ્ક્યુલર, ન્યુરોલોજિકલ સર્જરી અને સ્ટેમ સેલ થેરાપીના ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવ્યુ છે. એકલા સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડમાં લાખો દર્દીઓ જુદી જુદી સારવાર કરાવી ચુક્યા છે. હવે આવી જ જ યોજના ઉત્તરપ્રદેશમાં લાગુ કરવાની રહેલી છે. આ તમામ માટે યુદ્ધના ધોરણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આના કારણે પ્રદેશની જનતાને અને દેશના લોકોને ફાયદો થશે. મોટી સર્જરી માટે વિદેશ નહી જવુ પડે.