વરતેજ નજીક અકસ્માત, સાયકલ સવારનું મોત

1791

ભાવનગર-રાજકોટ હાઈવે પર વરતેજ નજીક સાયકલ પર જઈ રહેલા વૃધ્ધને ટ્રક-ટોરસના ચાલકે અડફેટે લેતા વૃધ્ધનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ, સીદસર રપ વારીયામાં રહેતા વૃજલાલ જયાનંદભાઈ ભટ્ટ ઉ.વ.૬૦ પોતાની સાયકલ લઈ વરતેજ નજીક આવેલ રંગોલી ચોકડી પાસેના ફાટક પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રક-ટોરસ નં.જીજે૪ એક્સ ૬૮૪રના ચાલકે બેફિકરાઈથી ચલાવી સાયકલ સવાર વૃધ્ધને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ વૃધ્ધનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકના ભાણેજ વિપુલભાઈ ભરતભાઈ જાની રે.સુભાષનગરવાળાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleયુપીને મેડિકલ ટ્યુરિઝમના હબ બનાવવા માટે જાહેરાત
Next articleશિવાજી સર્કલ પાસેથી દબાણો હટાવાયા