ભાવનગર મહાનગર પાલિકાએ આઠેક વર્ષ જુનો ર૧ મીટર ૭૦ ફુટ રોડનું એક ઝાટકે દબાણ દુર કરી નાખવામાં આવતા આ રસ્તો ખુલો કરાયો છે.
તરસમીયા ૧ર નંબરની ટીપી સ્કીમ શિવાજી સર્કલથી દોઢસો ફુટ રીંગ રોડ સુધી ર૧ મીટરનો એટલે કે ૭૦ ફુટનો ટીપી આવેલ છે. જેમાં શિવાજી સર્કલથી હાઉસીંગ બોર્ડની સાઈડ પ્રગતિ અને નિલ કમલ સોસાયટી તેમજ સર્કલમાં દબાણો આવેલા હતા જેમાં ટીપી સ્કીમ પડતા પ્રગતિ અને નિલ કમલ સોસાયટીમાં કપાણમાં આવતા પ્લોટના દબાણો દુર કરવામાં આવેલ છે. આ દબાણનો પ્રશ્ન ૧ર વર્ષ જુનો હતો આનાથી હાઉસીંગ બોર્ડની ગાયત્રીનગર પાર્થ, સમપર્ણ વિગેરે સર્કલમાં આવવા માટેનો સીધો ૭૦ ફુટનો રસ્તો મળશે. આ વિસ્તારમાં આટલી મોટી વસાહત હોય કોઈ પણ રોડ રસ્તાની સુવિધાથી વંચીત હતા, આ રોડ ખુલો થતા લોકોમાં ભારે રાહત ઉભી થશે. ૭૦ ફુટ રોડનું દબાણ દુર થતા લોકોમાં આનંદની લાગણી ઉભી થવા પામી છે. આ દબાણ હટાવવા પંડિત, રાઠોડ, ગોધવાણી વિગેરે અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા.