અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ અર્પવા સર્વદળીય પ્રાર્થના સભા

917

અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે યોજાયેલ સર્વદલીય શ્રધ્ધાંજલિ સભામાં જણાવ્યું હતું કે, ભારત રત્નથી સન્માનિત અને સ્વ. વડાપ્રધાન શ્રી વાજપેયીના જવાથી દેશે ધર્મ, જાતિ, પંથથી ઉપર ઉઠીને કાર્ય કરનાર સદીના મહાપુરૂષ ગુમાવ્યા છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, તેમના જવાથી એક યુગનો અસ્ત થઇ ગયો છે. તેમણે કહ્યું કે, સ્વ. અટલજીનું રાજનૈતિક જીવન સને ૧૯૫૧થી શરૂ થઇને દીર્ઘકાળ સુધી ચાલ્યું હતું. તેમનામાં વ્યક્તિનાં મનને જીતવાની અદભૂત શક્તિ હતી તેથી જ તેઓ સૌના પ્રિય બની રહ્યા હતા.

Previous articleમોબાઈલ કોર્ટની ઝપટમાં ૨૦ દિવસમાં ૧૨૦૦ લોકો
Next articleહાર્દિકના ઉપવાસની મંજૂરી માટે કોંગ્રેસ સભ્યો મેદાનમાં