ગુજરાતના ખેડૂતો અને જનતા માટે સારા સમાચાર છે. નર્મદા ડેમમાં ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.
નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઇ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઇ રહી છે.
ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઇ ગયો છે.
નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઇ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ સ્ઝ્રસ્ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચાર દિવસમાં પાંચ મીટર જેટલો વધારો થયો છે. ગુજરાત પરથી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.