વિશ્વભરમાં અંતરિક્ષ ક્ષેત્રે છેલ્લા કેટલાય વર્ષોથી ભારતે અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા છે. ભારત દ્વારા લગભગ ૧૦ વર્ષ પહેલાં ચંદ્ર પર ચંદ્રયાન મોકલાયું હતું. ચંદ્રયાને જે તાજેતરમાં માહિતી મોકલી છે, એના કારણે અંતિરક્ષ ક્ષેત્ર ભારતના પ્રતિષ્ઠામાં ખૂબ વધારો થયો છે. ચંદ્રયાને ચદ્ર પર બરફ હોવાના પુરાવા એકત્ર કર્યા છે.
વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર ચંદ્રની ડાર્કસાઈટ અર્થાત ચંદ્રના પોલર રીઝનની તરફ ચંદ્રયાને બરફ હોવાના પુરાવા મેળવ્યા છે. આ પહેલાં ચંદ્રયાને જ ચંદ્ર પર પાણી હોવાની જાણકારી આપી હતી.
ચંદ્રયાનની જાણકારી અનુસાર ચંદ્ર સપાટી પર પાણી હોઈ શકે છે. ચંદ્રયાન દ્વારા મળેલી આ જાણકારી અનુસર ભવિષ્યમાં ચંદ્ર પર મોકલનારા મિશનમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.
કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે ચંદ્રના સાઉથ પોલ પર પડેલા ખાડામાં બરફ જમા છે. આ સિવાય નોર્થ પોલ પર ખૂબ બરફ છે. વૈજ્ઞાનિકો હવે નાસાના મૂન મિનરલોજી મૈપર ઈન્ટ્રુમેન્ટ(એમ-૩) દ્વારા ચંદ્રયાનથી મળેલી જાણકારી સાચી હોવા અંગે તપાસ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮માં મોકલાયેલા ચંદ્રયાન-૧ એ ચંદ્ર પર બરફ હોવાની સચોટ માહિતી આપી છે. અહીંયા પણ જાણકારી નોંધવી રહી કે, ચંદ્રનો કેટલાક હિસ્સો એવો છે, જેના પર સૂર્યનો પ્રકાશ આવતો નથી, અથવા બિલકુલ નજીવો પ્રકાશ આવે છે. જેના કારણે જ ચંદ્રનું તાપમાન શાયદ ૧૫૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હશે.