ત્રીજી ટેસ્ટમાં ભારતનો 203 રને વિજય

1134

સપ્રીત બુમરાહ (5 વિકેટ)ના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે  203 રને ભવ્ય વિજય  મેળવ્યો હતો.  ભારતે આપેલા 521 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ પાંચમાં  દિવસે 317 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.આ જીત સાથે ભારતે પાંચ ટેસ્ટની શ્રેણી જીવંત બનાવી છે. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ હજુ 2-1થી આગળ છે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે.

પાંચમાં દિવસે ભારતની જીત માત્ર ઔપચારિકતા જ રહી હતી . ત્રીજી જ ઓવરમાં એન્ડરસન 11 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. આદિલ રશિદ 33 રને અણનમ રહ્યો હતો.  ભારત તરફથી બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. ઇશાંત બે વિકેટ જ્યારે શમી, અશ્વિન અને  પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Previous article700 કરોડ રૂપિયાની સહાય કરશે UAE
Next articleકેરળમાં ગૌમાંસ ન ખાતા લોકોની મદદ કરો : સ્વામી ચક્રપાણિનું વિવાદિત નિવેદન