સ્વચ્છ ગાંધીનગરની કચરાપેટીઓ ઉઠાવવામાં તંત્રની આળસ : સ્વચ્છતામાં સ્ટાફ પણ ઓછો

1123

ગાંધીનગરમાં મુખ્ય અને આંતરિક માર્ગોની પાસે કચરાના નિકાલ અન્વયે ઠેક ઠેકાણે ડસ્ટબીન મુકવામાં આવી છે. જેનો નગરજનો ઉપયોગ પણ કરી રહ્યાં છે અને કચરો આ ડસ્ટબીનમાં નાંખતાં હોય છે. પરંતુ તંત્ર દ્વારા સમયાંતરે આ ડસ્ટબીનમાંથી કચરાનો નિકાલ કરવામાં નહીં આવતાં માર્ગોની આસપાસ   મુકેલી કચરાપેટીની આસપાસ પણ કચરાના ઢગ ખડકાવાથી સ્વચ્છતાની જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે. ત્યારે સે-૬માં શાકમાર્કેટની પાસે કચરાપેટી જ કચરામાં ધકેલાઇ ગઇ છે.

શહેરના મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ કચરો એકઠો ન થાય તે માટે  તંત્ર દ્વારા  ડસ્ટબીન મુકવામાં આવી છે.  જેના પગલે માર્ગો ઉપર તેમજ ફુટપાથ ઉપર કચરો એકઠો ન થાય અને ગંદકી ન ફેલાય તે માટે લોકો ડસ્ટબીનનો ઉપયોગ પણ કરી રહ્યાં છે. આમ તંત્રના સફાઇ કામદારો દ્વારા શરૃઆતમાં નિયમીત ડસ્ટબીનમાંથી કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી સેક્ટરોમાં આવેલાં આંતરિક માર્ગોની આસપાસ મુકવામાં આવેલી ડસ્ટબીન કચરાથી ઉભરાઇ રહી છે.

કચરો ઉભરાવાના પગલે આસપાસ ડસ્ટબીનની બાજુમાં પડતો હોય છે અને જેના કારણે કચરામાં અને ગંદકીમાં વધારો થવા પામ્યો છે.

લોકોને અવર જવર કરવામાં પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે. પરંતુ તંત્ર દ્વારા સમયસર કચરાનો નિકાલ થાય તે બાબતે કોઇ જ આયોજન ગોઠવવામાં નહીં આવતાં હાલમાં આ પરિસ્થિતનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે સેક્ટર-૬માં શાકમાર્કેટની પાસે મુકવામાં આવેલી કચરાપેટીનો કચરો ભરાઇને બહાર ઠલવાઇ રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા નિયત સમયે કચરાનો નિકાલ નહીં કરતાં આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છતાં પણ તંત્ર દ્વારા તે અંગે કોઇ જ આયોજન ગોઠવવામાં નહીં આવતાં હાલમાં આ માર્ગો ઉપર સ્વચ્છતાની જગ્યાએ ગંદકી નજરે પડી રહી છે અને લોકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે.

Previous articleમોદીના ડ્રીમ પ્રોજેકટ સ્વર્ણિમ સંકુલમાં ઢોર ઘુસી જાય છે
Next articleગાંધીનગર શહેર અને જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુએ માથું ઉચક્યું : રોગચાળાની દહેશત