ગાંધીનગર શહેર અને જિલ્લામાં મેલેરિયા અને ડેન્ગ્યુએ માથું ઉચક્યું : રોગચાળાની દહેશત

1092

સતત વાદળછાયા વાતાવરણ અને વરસાદ પડયા બાદ મચ્છરના ઉપદ્રવમાં વધારો થઇ રહ્યો છે.જેને પગલે મચ્છરજન્ય રોગના દર્દીઓમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મેલેરિયા અને ડેન્ગ્યુના છુટા છવાયા કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર રોગચાળો ફેલાય તે પહેલા જ હરકતમાં આવી ગયું છે અને તકેદારીના વિવિધ પગલા પણ લેવામાં આવી રહ્યા છે તેવી સ્થિતિમાં નગરજનોને પણ આ અંગે સહકાર આપવા તંત્ર દ્વારા વિનંતી કરાઇ છે. સતત વાદળછાયા અને ભેજવાળું વાતાવરણ મચ્છરો માટે ફેવરીટ માનવામાં આવે છે તેવી સ્થિતિમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટાં પડે છે જેના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધી શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે ઘરમાં કુંડા, પાણીના હોજ, ફ્રીજની ટ્રે, કુલર, નિયમીત પાણી ભરાતી જગ્યાઓ, ભેજવાળી જગ્યાઓ, ચકલોડીયાઓમાં પાણી ભરાઇ રહેવાનેકારણે ત્યાં મચ્છરોના લારવા જોવા મળી રહ્યા છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે . ગાંધીનગર શહેર અને જિલ્લામાં મચ્છરોનો ઉપદ્રવ વધાવાની સાથે મચ્છરજન્ય રોગો પણ માથું ઉંચકી રહ્યા છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત જિલ્લાની ખાનગી હોસ્પિટલો તેમજ દવાખાનાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું જેવા મચ્છરજન્ય રોગના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ગત વર્ષના પ્રમાણામાં ચાલુ વર્ષે મેલેરિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતા કેસોને ઓછા કરવા  તે આરોગ્ય વિભાગથી માંડીને નગરજનો માટે પણ પડકારનો વિષય બની ગયો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાલ મેલેરિયા અને ડેન્ગ્યુના છુટા છવાયા કેસ મળી આવે છે. તે જોતા આગામી દિવસોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અત્યારથી જ વિવિધ પગલા ભરવાનું શરુ કરી દીધુ છે. ત્યારે ઘર પાસે કે પક્ષીકુંજમાં પાણી ભરાઇ ન રહે અને મચ્છરો ઉત્પન્ન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવી નગરજનોની પણ નૈતિક ફરજ બની રહે છે.

Previous articleસ્વચ્છ ગાંધીનગરની કચરાપેટીઓ ઉઠાવવામાં તંત્રની આળસ : સ્વચ્છતામાં સ્ટાફ પણ ઓછો
Next articleવડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ગૃહમંત્રીએ ફોરેન્સિકની મુલાકાત લીધી