રાજુલાનો હીરો ફરી ઝળક્યો. સદાય દરેક જ્ઞાતિમાં ઓચીંતા આવી પડેલ દુઃખમાં ભાગ લેવા ખબર પડ્યે અડધી રાત હોય તો પણ મદદ માટે તત્પર રહે છે. રામપરા (ર)ના આહિર માણસુરભાઈ રામભાઈ વાઘ પોતાની ભેંસો ચરાવતા હોય તે દરમ્યાન અગમ્ય કારણે રામપરામાં આવેલ મોટા ઉંડા તળાવમાં પડી જતા તેમની લાશ શોધવા ગ્રામજનો સરપંચ સનાભાઈની તરવૈયા ટીમ ખૂબ જહેમત ઉઠાવી રહેલ હોય પણ રાત પડી જવાથી આખુ ગામ ચિંતામાં ગરકાવ થઈ ગયેલ તેવા વખતે પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જાણ થતા જ તાબડતોબ તેની તરવૈયા ટીમ તેમજ તંત્રની ટીમ લઈ રામપરામાં બનેલ ઘટનાસ્થળે જઈ તેની પોતાની પરંપરા સેવાકિય સ્વભાવ મુજબ સીધુ જ તળાવના ઉંડા પાણીમાં ઝંપલાવી રાતના ૯ થી ૧૧ સુધી સતત ઉંડા પાણીમાં શોધખોળના અંતે ૧૧ વાગે મરનાર માણસુરભાઈની લાશને ગોતી ધીરે ધીરે તે લાશને બહાર લાવી રાજુલા સીવીલ હોસ્પિટલે પીએમ સુધી તેની ટીમમાં તેના પુત્ર ભાવેશભાઈ સોલંકી પણ સેવા બજાવેલ ત્યારે આ વખતે રામપરાના સરપંચ સનાભાઈ વાઘ, આહિર સમાજના અગ્રણી મીઠાભાઈ લાખણોત્રા, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, માજી તાલુકા પંચાયત ચેરમેન અરજણભાઈ વાઘ, લાલાભાઈ વાઘ તેમજ આહિર સમાજના આગેવાનો પહોંચી ગયેલ અને હીરાભાઈ સોલંકીની પ્રસંશનિય સેવાવૃત્તિની પ્રસંશા કરેલ.