થિયોસોફીકલ સોસાયટી દ્વારા ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાયો

932

ભાવનગર લોજ ધિ થિયોસોફીકલ સોસાયટી દ્વારા આયોજીત તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી ભાવનગર લોજ ધિ થિયોસીફીકલ સોસાયટી, સત્સંગ સભાખંડ, રૂપાણીસર્કલ સામે, ભાવનગર ખાતે ફ્રી (નિઃશુલ્ક) આયુર્વેદ નિદાન-સારવાર અને દવા આપવાના કેમ્પ યોજાયો. પ.પૂજ્ય ધર્મ બંધુજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. આશરે સો થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. વૈધ કિશોરસિંહ ચુડાસમા, વૈધ સંજયભાઈ પટેલ સહિત ૧૦ વૈધ હાજર રહી નિદાન-સારવાર કરી કાર્યક્રમને સફળ બનાવવા લોજના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. વડીલ દર્દીઓએ દર મહિને આયોજન કરવા જણાવેલ. આયુર્વેદ પધ્ધતિ લાંબા ગાળે લાભકારક અને રોગને જળમુળથી નાશ કરનારની પધ્ધતિ હોવાથી લોકો વિશ્વાસપૂર્વક સારવાર કરાવવા આવે છે.

Previous articleરાજુલાનો હીરો ફરી ઝળક્યો : રામપરા તળાવમાં ડુબેલ પશુપાલકની લાશ હીરાભાઈએ બહાર કાઢી
Next articleવલભીપુરમાં શ્રાવણ માસમાં ભવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન