શહેરમાં મંદગતિએ મંદવાડનો પગ પેસારો

1313

ભાવનગર શહેરના અનેક રોગચાળાનો પગ પેસારો થયો છે. આ રોગનો ત્યાગ નાના બાળકો તથા વૃધ્ધો વધુ બની રહ્યા છે.

પ્રતિવર્ષ ચોમાસાની સિઝન દરમ્યાન માખી, મચ્છરો સહિતના કિટકોનો ઉપદ્રવ વધવા સાથે પાણી ફેર, વાતાવરણમાં બદલાવ થવાના કારણે લોકોમાં અલગ-અલગ રોગ ચાળાનો પ્રસરવ જોવા મળે છે. ખાસ કરીને તાવ-શરદી, ઝાડા-ઉલ્ટી જેવા વાઈરલ ઈન્ફેકશન ઉપરાંત મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગયુ ચિકન ગુનિયા, મલેરીયા, ટાઈફોઈડ જેવા રોગોનો ભોગ લોકો મોટા પ્રમાણમાં બને છે છેલ્લા  બે સપ્તાહ કરતા વધુ સમયથી શહેરના પછાત વિસ્તારોમાં આવા રોગોના ભોગ બનેલ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

શહેરના કુંભારવાડા, ભરતનગર નવાપરા, હાદાનગર, આનંદનગર, સુભાષનગર, ખેડૂતવાસ, કરચલીયા પરા, સહિતના વીસ્તારોમાં રોજીંદી સાફ સફાઈનો અભાવ વરસાદી પાણીનો ભરાવો તથા પ્રચુર માત્રામાં એકઠા થતા કચરાના કારણે રોગચાળો તીવ્ર વેગે પ્રેસરી રહ્યો છે. શહેરના ખાનગી તથા સરકારી દવાખાનાઓમાં બાળકો, વૃધ્ધો તથા મહિલાઓ સારવાર અર્થે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે શહેરમાં સાફ સફાઈ અભિયાન સઘન બનાવવામાં આવે પછાત વિસ્તારોમાં તંત્ર દ્વારા ઘરે-ઘરે સર્વે કરી લોકોને જાગૃત કરવામાં આવે કલોરીનની ટીકડીઓનું વિતરણ કરવા સાથો સાથ જાહેર સ્થળો શૌચાલયો આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે જે તે વિસ્તારોમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધુ છે ત્યાં ફોગ મશીનનો ઉપયોગ કરી માખી મચ્છરોનો ઉપદ્રવ નિયંત્રીત કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

રોગચાળાથી બચવા માટે સાવચેતી જરૂરી

– દરેક વ્યકિતએ પાણી ઉકાળીને જ પીવુ જોઈએ

– વાસી તળેલા બજારૂ ખોરાક તથા ફાસ્ટ ફુકનો ભાગ કરવો જોઈએ હંમેશા ઘરે રોધેલા સાદા અને પૌષ્ટીક આહારનો આગ્રહ રાખવો જોઈએ.

– આરીયા, કાકડી, ચિભડા તથા અન્ય પાણી દાર શાકભાજી જેમ કે લીલોતરી ભાજી સહિતનો ભાગ કરવો જોઈએ કારણ કે તે પીત્તની વૃધ્ધીક રે છે. હાલ કઠોળ ફણગાવેલ અનાજ કઠોળનો ઉપયોગ કરવો હિતાવહ છે.

– વરસાદમાં પલળવાનું ટાળવું તેમજ તબીયત નાદુરસ્ત જણાયે તુરંત નજીકના હોસ્પિટલનો સંપર્ક કરી સારવારનો આગ્રહ રાખવો જોઈએ.

– શરદી કળતર જેવી તકલોફો દરમ્યાન હળદર મિશ્રીત દુધ આદુ, તથા ગરમ પાણીમાં લીંબુના રસનું મિશ્રણ કરી સેવન લાભદાયી રહે છે.

Previous articleરાજુલાના કોટેશ્વર મહાદેવ મંદિરે શિવમહાપુરાણ કથા
Next articleશું ? પોલીસ માટે કાયદો અલગ હોય છે ?