ભુગર્ભ જળ સંગ્રહ અને મોલાત માટે ભરપૂર ફાયદાકારક વરસાદ

1377

શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલ વરસાદ થકી ભુગર્ભ જળસ્તરમાં વૃધ્ધિ થવા સાથે વાડી ખેતરોમાં લહેરાઈ રહેલ મોલાતોના ઉત્પાદનમાં વૃધ્ધિ થાય તેવી વૃષ્ટિ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રના જણાવ્યા અનુસાર ભાવનગર શહેર-જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં એક વર્ષ સુધી પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ચુક્યો છે પરંતુ ખેતી અર્થે છોડવામાં આવતા સિંચાઈ બાબતે સ્થિતિ નબળી છે ઉપરાંત શહેર મધ્યે આવેલ બોરતળાવ પણ ખાલી છે પરંતુ છેલ્લા બે દિવસથી વરસી રહેલ વરસાદના કારણે વરસાદી પાણી વહી જવાના બદલે ભુગર્ભમાં ઉતરે તે રીતે વરસી રહ્યો છે તો બીજી તરફ વાડી-ખેતરોમાં આવેલ મોલાતો માટે આ વરસાદને ખેડૂતો વરદાન સ્વરૂપે ગણાવી રહ્યાં છે. આવી વૃષ્ટિના કારણે કૃષિ ઉત્પાદનમાં ચોક્કસ પણે વૃધ્ધિ થતી હોવાનો મત ખેડૂતો આવી રહ્યાં છે તો બીજી તરફ જિલ્લાના મહુવા-તળાજા તાલુકામાં ચોમાસાના પ્રારંભથી જ ભરપુર મેઘમહેર રહેવા પામી છે. જેને લઈને નાના-મોટા વહેણો-નહેરાઓ આ વરસાદને કારણે શિખળા સુધી જીવંત રહેશે. તદ્દઉપરાંત નાના-મોટા ચેકડેમો તથા જળાશયો પૂર્ણ સપાટીએ ભરાયેલા છે જેનો છેક ઉનાળા સુધી ખેડૂતોને ફાયદો મળશે.

Previous articleચિત્રા ખાતે મકાનના છાપરા ઉપરથી બિયરની ચાર પેટી ઝડપાઈ : મહિલા ફરાર
Next articleદશામાના વ્રતની પૂર્ણાહુતિ