નારી ચોકડી નજીક હોર્ડીંગ્સની એંગલ સાથે આધેડનો ગળાફાંસો

1160

શહેરના પ્રેસ ક્વાર્ટર શાંતિનગર ખાતે રહેતા ક્ષત્રિય આધેડે નારી ચોકડી નજીક ગળાફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધુ હતું. બનાવની જાણ થતા વરતેજ પોલીસ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના પ્રેસ ક્વાર્ટર શાંતિનગરમાં રહેતા જયરાજસિંહ રણજીતસિંહ જાડેજા ઉ.વ.પ૦એે કોઈ અગમ્ય કારણોસર આજે વહેલી સવારે નારી ચોકડી નજીક આવેલ હોર્ડીંગ્સની એંગલ સાથે દોરડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હે.કો. એમ.સી. ગોહિલે હાથ ધરી છે.

Previous articleદશામાના વ્રતની પૂર્ણાહુતિ
Next articleજિલ્લા જેલમાં ઈદ-ઉલ-અઝહાની કેદી ભાઈઓએ નમાઝ અદા કરી