મુંબઇમાં બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી : ૪ ભડથુ

1345

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇના પરેલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં ઓછામાં ઓછા ચાર લોકો ભડથુ થઇ ગયા છે. આગની ઘટનામાં અન્ય ૧૬ લોકો દાજી ગયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. દાજી ગયેલા તમામ લોકોને કેઇએમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. આગની ઘટનામાં દાજી ગયેલામાં એક મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. જ્યારે દાજી ગયેલામાં ૧૦ પુરૂષો અને છ મહિલાનો સમાવેશ થાય છે. આગની ઘટનાની જાણ થતા જ તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ડિપોર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યુ છે કે ૧૨માં માળ પર હાલત સૌથી વધારે ખરાબ રહી હતી. વીજળીના તારના કારણે ધુમાડો ઉઠ્યોહતો અને સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા બાદ દહેશત ફેલાઇ ગઇ હતી. જેના કારણે મોટી સંખ્યામાં લોકો અહીં ફસાયેલા રહ્યા હતા.

બીજી બાજુ આ આગની ઘટના માટે જવાબદાર લોકોની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવનાર છે. અધિકારીઓએ કહ્યુ છે કે સ્થિતી હવે સંપૂર્ણ પણે નિયંત્રણ હેઠળ છે. સમગ્ર ઇમારતમાં સાવચેતીના પગલારૂપે વિજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

બેકલાક સુધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. લેવલ -૨ પ્રકારની આગ પરેલના હિન્દ માતા સિનેમા પાસે સવારે ૭-૩૦ વાગે લાગી હતી. ક્રિસ્ટલ ટાવર નામની ઇમારતમાં ૧૨માં માળે આગ ફાટી નિકળી હતી. ૨૦થી વધારે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગના કારણોમાં તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. સવારે ૮-૩૦ વાગેની આસપાસ આગ લાગી હતી.આગની ઘટના બાદ તંત્રમાં ભારે ભાગદોડ રહી હતી.

Previous articleવિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ : ટકાવારી કરતા ટેલેન્ટને આપીએ અગ્રતા
Next articleવાજપેયીના અસ્થિકુંભનું સાબરમતીમાં વિસર્જન