સમગ્ર ભારતમાં કુલ ૪ મંદિર કાલ ભૈરવના આવેલા છે (૧) કાશી (બનારસ) (૨) ઉજ્જૈન (૩) ઈન્દોર (૪) ગુજરાતમાં પાલીતાણા
પાલીતાણાનું શ્રી કાલભૈરવમંદિર પ્રથમ કક્ષાનું મંદિર છે.સાત ફુટ ઉચાઈની પ્રતિમા છે. અદ્ભૂત શિલ્પ છે. દર્શનિય છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય કુલ ૧૦ થાય છે મન બુધ્ધી, ચિત્ત અને અહંકાર આમ કુલ મળીને ૧૪ થાય છે જેને કાળી ચૌદશ કહેવાય છે જીવનમા કાળાશ નિકળી જાય પછી આવે પછી જ દીવાળી આવે છે. જીવનમાં દીવાળી આવે પછી જ શ્રી રામભગવાન ગાદીપર બેસે છે એટલે બેસતુ વર્ષ આવે છે. કાળી ચૌદશ રાત્રીના મહાયજ્ઞ થાય છે. જેમા રાજકીય આગેવાનો સામાજીક આગેવાનો સંતો વિદ્વાનો ભક્તો ખાસ આવે છે. પુજન અર્ચન કરે છે અને ધન્ય બને છે. લગભઘ ૧જ થી ૧૨ હજાર માણસો આવે છે. મંદિરના આચાર્ય રમેશભાઈ શુકલ પરિવાર તરફથી તમામનું સ્વાગત તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. દરેક ધર્મ પ્રેમી જાહેર જનતાને આ મહાયજ્ઞનો લાભ લેવા દર્શન અર્ચન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા આચાર્ય તરફથી અનુરોધ કરાયો છે.તા.૧૮-૧૦-૨૦૧૭ બુધવારના રોજ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત ખાસ પુજન કરવા પધારે છે. જીતુભાઈ વાઘાણી (ગુજરાત પ્રદેશ પ્રમુખ)મનસુખ માંડવીયા (કેન્દ્રીય મંત્રી)પણ યજ્ઞમાં બેસીને પૂજન અર્ચન કરવાના છે.જેમાં મહાઅભિષેક સવારના ૬-૦૦ કલાકે, ધ્વજા રોહણ : સવારના ૭-૦૦ કલાકે., શણગાર દર્શન સાંજના ૪ કલાકે., મહા આરતી સાંજના ૭ કલાકે મહાયજ્ઞ પ્રારંભ રાત્રીના ૮ થી ૧૨ સુધી કરાશે.