નર્મદા કેનાલમાંથી આઠ હજાર ક્સુયેક પાણી છોડાશે

2089

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહી છતાં હજુ પણ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની અછત છે. જ્યાં ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા એ પાણી છે. પાણી વિના પાક સૂકાઈ રહ્યો છે. ગુજરાતમાં નર્મદાના ઉપરવાસ વિસ્તારમાં વરસાદ થતાં ગુજરાત માટે સૌથી મોટી રાહત થઈ છે. જેને પગલે ગુજરાતના ખેડૂતો માટે હાલમાં સૌથી મોટી જાહેરાત નીતિનભાઈ પટેલે કરી છે. ગઈકાલે કેબિનેટમાં પણ આ મામલાની ચર્ચા થઈ હતી.

આ અંગે પ્રતિક્રિયા આપતાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે,  નર્મદા ડેમમાં હાલમાં ૧.૧૦ લાખ ક્યુસેક પાણીની આવક આવતાં તેની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે. પાણીના જથ્થા આધારે વાત થાય તો નર્મદાની સપાટી ૧૦૪  મીટરથી નીચે ગઈ ત્યારે ડેમમાં ૧૦૦૦ દ્બષ્ઠકં પાણીનો જથ્થો હતો. હાલમાં ૨૩,૦૦૦ દ્બષ્ઠકં પાણીનો જથ્થો છે. ગયા વર્ષે આ સમયગાળામાં નર્મદા ડેમની સપાટી ૧૨૩ મીટરે હતી. હાલમાં ૧૧૬ મીટરે છે. આમ ૭ મીટર પાણીની સપાટી નીચી છે. આ સ્થિતિમાં નર્મદામાંથી પાણી એક વર્ષ સુધી ખેડૂતોને આપી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં હાલમાં ૩,૦૦૦ ક્યુસેક પાણી નર્મદાની કેનાલમાં છોડાઈ રહ્યું છે. જેમાં વધારો કરીને ૮,૦૦૦ ક્યુસેક કરાયું છે.

જેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદ નથી ત્યાંના ખેડૂતોને રાહત છે. ખેડૂતો માટે નીતિનભાઈ પટેલની આ સૌથી મોટી ગિફ્ટ છે કે કેનાલમાં પાણી છોડવામાં વધારો કરાયો છે. જેને પગલે સૂકાતા પાકને બચાવી શકાશે. ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટરથી વધુમાં ખરીફ વાવણી થઈ છે.

રાજ્યની જીવાદોરી નર્મદાને હંમેશા સજીવન રાખતા સરદાર સરોવર ડેમમાં જળ સ્તરનો ઘટાડો થયો છે. ત્યારે ડેમમાં પાણીનો ઘટાડો થતા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નર્મદાના કિનારે આવેલા શૂળ પાણેશ્વર મહાદેવના મંદિરે લઘુરૂદ્ર પૂજા કરી છે. બન્ને નેતાએ પૂજા દરમ્યાન રાજ્યમાં જળસંકટ દૂર કરવાની પ્રાથના કરી હતી.

મગફળીમાં માટી કાંડને લઈને તપાસના ધમધમાટ પર સવાલ ઉઠાવનારી કોંગ્રેસ પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યુ છે કે, કોંગ્રેસના નેતા શું બોલે છે અને શું કરે છે તે ખબર નથી.બારદાનમાં આગ સહિતના તમામ મામલે તપાસ કરવમાં આવી રહી છે.કેટલાક આરોપીઓ જેલમાં પણ છે..કોગ્રેસે તપાસ પંચની માંગ કરી તો તપાસ પંચ નિમાયુ છે..જોકે કોંગ્રેસ હજુ તપાસ પંચ પર વિશ્વાસ દાખવતી નથી.

Previous articleઇદના દિવસે જ શ્રીનગરમાં હિંસા : સ્થિતી વિસ્ફોટક બની
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં