ઇદના દિવસે જ શ્રીનગરમાં હિંસા : સ્થિતી વિસ્ફોટક બની

1585

જમ્મુ કાશ્મીરમાં બકરીદના પ્રસંગે કેટલાક ભાગોમાં આજે વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. માર્ગો પર વિરોધ ્‌પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. શ્રીનગરમાં માર્ગો પર જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે સાથે પાકિસ્તાની ધ્વજ અને ત્રાસવાદી સંગઠન આઇએસના ધ્વજ જોવા મળ્યા હતા. કુલગામમાં ટ્રેની કોન્સ્ટેબલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

જ્યારે ભાજપના કાર્યકરની પુલવામાં પણ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સ્થિતી વણસી જતા સુરક્ષા દળોએ તરત જ મોરચા સંભાળી લીધા હતા. સુરક્ષા દળો અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપીના હેવાલ પણ આવી રહ્યા છે. બકરીદના પ્રસંગે પાકિસ્તાન તરફથી પણ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. પુલવામાં ભાજપના કાર્યકરની ઘાતકી હત્યા કરવામાં આવતા સ્થિતી વણસી ગઇ હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે પુલવામાં ભાજપના કાર્યકરની હત્યા માટે દુખ વ્યક્ત કર્યુ છે. શાહે  ટિ્‌વટ કરીને કહ્યુ છે કે ભાજપના કાર્યકર શબ્બીર અહેમદ ભટ્ટના મોતથી દુખી છે.  કાશ્મીરી ત્રાસવાદીઓ અને કટ્ટરપંથી યુવાનોને આગળ વધવાથી રોકી શકનાર નથી. હિંસાનો ચક્ર લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી.

બકરીદના પ્રસંગે રાજ્યમાં સુર૭ા વ્યવસ્થા અભૂતપૂર્વ કરી દેવામાં આવી છે. આજે સવારે શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. કેટલાક પથ્થરબાજોએ સવાર પડતાની સાથે સેના અને સુરક્ષા દળો પર જોરદારપથ્થરમારો કર્યોહતો. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્રીનગરનમા  મેન વિસ્તારમાં પાકિસ્તાનના ધ્વજ જોવા મળ્યા હતા. શ્રીનગર, કુલગામ, અનંતનાગ સહિત ખીણના અન્ય વિસ્તારોમાં અલગતાવાદી તત્વોએ ભારે હિંસા મચાવી હતી. ઇદની નમાઝ અદા કર્યા બાદ તોફાની તત્વોએ સેનાના વાહનો ઉપર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. ઇદ પર એક પોલીસ કર્મીની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ કર્મચારી ફયાઝ અહેમદ શાહ ઇદની નમાઝ અદા કર્યા બાદ પરત ફરી રહ્યો હતો ત્યારે તેંમની હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓ ઘરની નજીક તેમને ગોળી મારી દીધી હતી. શાહ તલવાડામાં ભરતી ટ્રેનિંગ લઇ રહ્યા હતા. પરિવારની સાથે ઇદ મનાવવા માટે ઘરે ગયેલા હતા. તિરંગામાં લપેટીને ફયાઝના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાજપ કાર્યકરોનો મૃતદેહ મળી આવ્યો હતો. શબીર અહેમદ ભટ્ટના શરીર પર ગોળીઓના નિશાન મળી આવ્યા છે. ભાજપ કાર્યકરનો મૃતદેહ કુપવારામાં મળી આવ્યો છે. ત્રાસવાદીઓ દ્વારા મંગળવારે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

Previous articleકેરળ પૂરઃ વિદેશની નાણાંકીય સહાય લેવા ભારતનો ઈન્કાર
Next articleનર્મદા કેનાલમાંથી આઠ હજાર ક્સુયેક પાણી છોડાશે