રિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું ગુરૂવાર સવારે નિધન થયું છે. તે 94 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ બિમારીથી પીડાતા હતા.
કુલદીપ નૈયરનો જન્મ 14 ઓગષ્ટ 1924ના રોજ સિયાલકોટમાં થયો હતો. કુલદીપ નૈયર લોની ડીગ્રી લાહોરમાં લીધી હતી. તેમણે યૂએસથી પત્રકારિતાની ડીગ્રી લીધી હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં પીએચડી મેળવી હતી.
ભારતીય પત્રકારિતાનો મહત્વનો ચહેરો માનવામાં આવતા કુલદીપ નૈયરનું નિધાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે છેલ્લા કેટલાક દિવસથી બિમારીના કારણે દિલ્હીની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હતા. ઘણા સમયથી તબીયત ખરાબ રહેતી હતી. ગુરૂવાર વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે બપોરે એક કલાકે લોધી રોડ પર સ્થિત ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર છે.
કુલદીપ નૈયર કેટલાએ પુસ્તક પણ લખ્યા છે. કુલદીપ ભારત સરકારના પ્રેસ સૂચના અધિકારી પદ પર કેટલાએ વર્ષ સુધી કાર્ય કાર્યા બાદ યૂએનઆઈ, પીઆઈબી, ધ સ્ટૈટમેન, ઈન્ડિયન એક્સપ્રેસ સાથે પણ લાંબો સમય જોડાયેલા રહ્યા. તે 25 વર્ષ સુધી ધ લંડન ટાઈમ્સના પત્રકાર પણ રહ્યા છે.