એક પક્ષીય મુકાબલામાં સાઈનાનો વિજય, સિંધુને કરવી પડી મેહનત

1059

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પી.વી. સિંધુ મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટરમાં પહોંચી ગઈ છે. કોમનવેલ્થ ચેમ્પિયન સાઈનાએ ઈરાનની સુરૈયાને માત્ર ૨૬ મિનિટમાં ૨૧-૭, ૨૧-૯થી હરાવી હતી. હવે તેનો સામનો ઈન્ડોનેશિયાની ફિત્રિયાની અને શ્રીલંકાનીટી પ્રમોદિકા વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. અન્ય મેચમાં પી.વી. સિંધુને પ્રથમ રાઉન્ડમાં ઘણી મહેનત કરવી પડી. તેણે ૫૮ મિનિટમાં વિયેટનામની વૂ થી. ત્રાંગને ૨૧-૧૦, ૧૨-૨૧, ૨૩-૨૧થી હરાવી. હવે તેની ટક્કર ઈન્ડોનેશિયાની કી. ગ્રેગોરિયા સાથે થશે.

Previous articleશ્રેયસ તલપડે અભિનીત ’ઇકબાલ’ના થયા ૧૩ વર્ષ પૂરા!
Next articleગુજરાતની અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો