ઝુલનનો જન્મ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ફૂટબોલની પ્રશંસક હતી, પરંતુ સંયોગવશાત ૧૯૯૭માં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ ઝુલનના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડ, કોલકાતા ખાતે રમાનારી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ વચ્ચે હતી. અહીં ઝુલને બોલ ગર્લ તરીકે કામ કર્યું. આ મેચમાં બેલિંડા ક્લાર્ક, ડેબી હોકી અને કેથરીન ફિટ્ઝપેટ્રિક જેવી જાણીતી ખેલાડીઓને જોઈને તેણે નક્કી કર્યું કે તે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવશે.